"કેન્દ્ર સરકારે સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર સંપૂર્ણ રીતે ૧ જુલાઈ થી પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણા માટે અને પર્યાવરણ બંને માટે નુકસાનકારક છે. તેનાથી થતું નુકસાન દેખાતું નથી, પરંતુ તેની લાંબાગાળાની અસરો અત્યંત ગંભીર છે. સરકારે તમામ મંત્રાલયોને પણ સિંગય યુઝ પ્લાસ્ટિક બોટલનો ઉપયો ઘટાડવા માટે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. સડક-પરિવહન મંત્રાલયને પણ આદેશ અપાયો છે કે, તેઓ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની મદદતી હાઈવે પરથી પ્લાસ્ટિક એક્ઠું કરે અને તેનો ઉપયોગ સડક બાંધકામ માટે કરે. પ્રવાસન મંત્રાલયને જણાવાયું છે કે, તમામ મહત્વના પ્રવાસન સ્થળો જેવા કે તાજમહેલ, લાલ કિલ્લો જેવા સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને અંદર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવે. આ ઉપરાંત તમામ સરકારી કાર્યક્રમો, મીટિંગો અને મંત્રાલયોમાં પણ પ્લાસ્ટિકની બોટલના ઉપયોગને બંધ કરવા જણાવાયું છે.પર્યાવરણ મંત્રાલયને પર્વતિય વિસ્તારોમાં પ્લાસ્ટિકના ઢગલાનો નાશ કરવા જણાવાયું છે. રેલવે મંત્રાલયને તમામ રેલવે સ્ટેશન પર સિંગય યુઝ પ્લાસ્ટિકના પ્રવેશ અને ઉપયોગને અટકાવવા જણાવાયું છે. તેના માટે રેલવેને જાગૃતિ અભિયાન ચલાવવા આદેશ અપાયો છે. ખાદી ગ્રામોદ્યોગ અને કાપડ મંત્રાલયને પણ જૂટ કે કપડાની થેલીઓ, પેપર બેગના ઉત્પાદનને વેગ મળે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવાયું છે.સીપીસીબીની નોટિસ અનુસાર એક જુલાઇથી પ્લાસ્ટિકની સ્ટિક ધરાવતા ઇયરબડ, ફુગ્ગામાં લાગતી પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ઝંડા, કેંડી સ્ટિક, સુશોભનના કામમાં આવતાં થર્મોકોલ વગેરેનો પ્રતિબંધિત વસ્તુઓની યાદીમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકના કપ, પ્લેટ, ગ્લાસ, કાંટા, ચમચી, સ્ટ્રો, ટ્રે જેવી કટલરી આઈટમ, મીઠાઇના ડબ્બા પર લગાવાતું પ્લાસ્ટિક, પ્લાસ્ટિકના આમંત્રણ કાર્ડ, 100 માઇક્રોનથી ઓછી જાડાઇ ધરાવતાં પીવીસી બેનર વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિક એવું કેમિકલ છે જે પર્યાવરણની સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. પ્લાસ્ટિક હજારો વર્ષો સુધી આમ જ પડી રહે છે, જેને કારણે પાણી જ નહી પણ માટી માટે પણ નુકશાનકારક છે.
તેના ઉત્પાદનમાં ખર્ચો ઘણો ઓછો આવે છે. આ જ કારણે રોજબરોજના કામમાં, બિઝનેસમાં તેનો ધૂમ ઉપયોગ થાય છે. તેના ઉત્પાદનનો ખર્ચ ભલે ઓછો હોય પરંતુ ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકના કચરાની સફાઈનો ખર્ચ ઘણો વધારે હોય છે.ખૂબ જ ખતરનાક હોય છે આ પ્રકારના પ્લાસ્ટિક અંદર રસાયણ હોય છે .જેની માણસ અને પર્યાવરણ પર ઘાતક અસર પડે છે. વરસાદ પડે ત્યારે આ પ્રકારના પ્લાસ્ટિકનું કેમિકલ પાણી સાથે જમીનમાં ઉતરે છે જે ખૂબ જ ખતરનાક છે.કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(સીપીસીબી)એ આ વસ્તુઓનું ઉત્પાદન, પુરવઠો, સપ્લાય અને ઉપયોગ સાથે સંકળાયેલા તમામ પક્ષકારોને નોટિસ ઈશ્યૂ કરી છે.
૧) સિંગલ યૂઝ પ્લાસ્ટિક શું છે?
એવું પ્લાસ્ટિક જેનું ઉપયોગ માત્ર એક વાર જ કરી શકાય તેને સિંગલ યૂઝ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. પ્લાસ્ટિકની થેલી, ગ્લાસ, પ્લેટ, નાની બોટલો, સ્ટ્રો અને અમુક પાઉચ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે. તેનો બીજી વાર ઉપયોગ નથી થઈ શકતો. એક વાર તેનો ઉપયોગ કરીને તેને ફેંકી દેવા પડે છે. આ પ્રકારની અડધાથી વધુ આઈટમ્સ પ્લાસ્ટિક પેટ્રોલિયમ આધારિત હોય છે. રૂટીન લાઈફમાં આપણે પ્લાસ્ટિકના કેટલીક પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ અને પછી તેને ફેંકી દેવામાં આવે છે. આ પ્રોડક્ટસને સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં આવે છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકને ડિસ્પોઝલ પ્લાસ્ટિક પણ કહેવામાં આવે છે.
૨) સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં આવે છે આ પ્રોડક્ટ
સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં કૈરી બૈગ (50 માઈક્રોનથી ઓછા), નાની રૈપિંગ/ પૈકિંગ ફિલ્મ, ફોમ વાળા કપ, કટોરા, પ્લેટ, લેમિનેટ કરેલા બાઉલ અને પ્લેટ, નાના પ્લાસ્ટિક કપ અને કંટેનર (150 એમએલ અને 5 ગ્રામથી ઓછા), પ્લાસ્ટિક સ્ટિક અને ઈયર બડ્સ, ફુગ્ગા, ઝંડો અને કેંડી, સિગારેટના બટ્સ, ખાદ્ય પદાર્થો માટે નાના પ્લાસ્ટિક પૈકેટ (200 એમએલથી ઓછા) અને બેનર (100 માઈક્રોનથી ઓછા) સામેલ છે.
૩) પ્લાસ્ટિકના પ્રોડક્ટની જગ્યાએ આ વિકલ્પોનું કરો ઉપયોગ
-પાણીની બોતલની જગ્યાએ કોપર,શીશુ અથવા ધાતુની બોતલોનું ઉપયોગ કરો.
-સ્ટ્રોનુ ઉપયોગ કરવું જરૂરી નથી પરંતુ જો તમને જરૂર હોય તો તમે પેપરથી બનાવેલા સ્ટ્રોનું ઉપયોગ કરી શકો છે.
-પ્લાસ્ટિકના કપની જગ્યાએ પેપરથી બનેલા કપનું ઉપયોગ કરી શકાય છે.
-સામાન ખરીદવા માટે ઘરેથી કાપડ અથવા કાગળનું ઝબલુ લઈને જવું.
-પ્લાસ્ટિકની જગ્યા તમે સ્ટીલ અને લાકડીના ચમચાનું ઉપયોગ કરી શકો છો.
સીપીસીબીની નોટિસમાં આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કઠોર કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. જેમાં ઉત્પાદનોને જપ્ત કરવા, પર્યાવરણને નુકસાન બદ દંડ કરવો, તેના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગોને બંધ કરવા જેવી કાર્યવાહીનો સમાવેશ થાય છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો આસાનીથી નાશ થતો નથી અને રિસાઇકલ પણ થતું નથી.આ પ્લાસ્ટિકના નેનો કણ મિક્સ થઇને પાણી અને જમીનને પ્રદૂષિત કરે છે.જળચર પ્રાણીઓને તો નુકસાન કરે જ છે સાથે નદી-નાળા ચોકઅપ કરવાનું કામ પણ કરે છે."
અમિત રાણા
(એન્વાયરમેન્ટ એન્જિનિયર, એન્વાયરમેન્ટલિસ્ટ)
અંકલેશ્વર,ભરૂચ.
Contact number: ૯૧૦૬૭૪૩૩૮૬
No comments:
Post a Comment